દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના નામથી એક ફોન આવ્યો હતો. જેમાં સ્વાતિ માલીવાલે સાથે મારપીટ થયાનો દાવો કર્યો હતો. અહેવાલો અનુસાર, પીસીઆરને આ ફોન દિલ્હી સીએમ હાઉસથી આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, આ મામલે સ્વાતિ માલીવાલનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.