પીએમ મોદીએ ચર્ચ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે પણ આ કાયદાની ટીકા કરનારાઓએ કાયદાનો અભ્યાસ કર્યો જ નથી.જો મને કોઈ નવા કાયદાથી થનારા નુકસાન સમજાવી દે તો હું કાયદા પાછા ખેંચવા પર વિચાર કરી શકું છું.
દેશના વિવિધ ચર્ચના ટોચના ધર્મગુરુઓના પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અપીલ કરી હતી.જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ત્રણે કાયદા ખેડૂતોના હિતમાં છે.મારી ચિંતા એ છે કે, કોઈ કાયદા અંગે અભ્યાસ નથી કરી રહ્યુ અને માત્ર ખેડૂત આંદોલન અંગે જ વાંચી રહ્યુ છે.લોકોએ બિલનો અભ્યાસ કરવાની જરુર છે.જો કોઈ મને તેનાથી થનારા નુકસાન અંગે જણાવે તો હું તેના પર ફરી વિચારણા કરીશ.