મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનાં પતનનું કાઉન્ટડાઊન શરુ થઈ ચૂક્યું છે. શિવસેનાએ તેના બાગી ધારાસભ્યોને સાંજ સુધીમાં મુંબઈ પાછા ફરવા માટે ઠાલી ચિમકી આપી હતી. પરંતુ બાગીઓએ આ અલ્ટીમેટમને ફગાવી દેતાં અને વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકરને પત્ર લખી ઉદ્ધવ પાસે સંસદીય દળના કોરમ જેટલા પણ ધારાસભ્યો નહીં હોવાનું જણાવતાં ઉદ્ધવ શરણાગતિની મુદ્રામાં આવી ગયા હતા. તેમણે સાંજે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને જણાવી દીધું હતું કે બળવાખોરો ઈચ્છતા હોય તો પોતે રાજીનામું આપી દેવા તૈયાર છે. રાજીનામાંનો પત્ર પણ તૈયાર છે. બળવાખોરો મુંબઈ આવીને તેમની પાસેથી રુબરુમાં તે મેળવીને રાજ્યપાલને સોંપી શકે છે. બીજી તરફ રાજ્યમાં રાજકીય કટોકટી દરમિયાન જ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન બંને કોરોના સંક્રમિત બનતાં રાજકીય ઘટનાક્રમની ગતિ મંદ પડી છે. જોકે, એકનાથ શિંદે શરણાગતિના મૂડમાં નહીં હોવાથી ઉદ્ધવ પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહ્યો હોવાનું ચર્ચાય છે. આ સંજોગોમાં રાજ્યપાલ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.