AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરને પડકારતાં કહ્યું હતું કે દેશના તમે કહો તે વિસ્તારમાં આવું, મને ગોળી મારી દો. જણાવી દઈએ કે અગાઉ ભાજપના નેતા અનુરાગ ઠાકુરે રાષ્ટ્ર્દ્રોહીઓને બિર્યાની નહીં, ગોળી ખવડાવવી જોઇએ તેવું નિવેદન આપ્યું હતું, જેની મોટા ભાગના વિપક્ષી નેતાઓએ આકરી ટીકા કરી હતી. ઓવૈસીએ તેથી પણ આગળ વધીને કહ્યું કે ઠાકુર તમે કહો ત્યાં હું આવું. તમે મને ગોળી મારી દો. હું ગોળી ખાવા તૈયાર છું.