કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે, તેણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી.
અલ્પેશ ઠાકોરનું એવું માનવું છે કે કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કરેલ નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલ રાજીનામું કાયદેસર મનાય નહીં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઇ શકે નહીં.