પંજાબ નેશનલ બેંક સાથે કરોડોનું કૌભાંડ કરનાર મેહુલ ચોકસીએ સીબીઆઈને પત્ર લખી હાજર થવા ઈન્કાર કર્યો છે. મેહુલ ચોકસીએ પત્રમાં તબિયત ખરાબ હોવાનું જણાવીને ભારત આવવાનો ઈન્કાર દીધો છે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મેહુલ ચોકસી અને નિરવ મોદી દેશ છોડીને ફરાર થયા છે. મેહુલ ચોકસી અને નિરવ મોદી વિરૂદ્ધ પીએનબી સાથે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે.