TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુએ પણ NDA છોડવા અંગે ઉઠી રહેલા પ્રશ્નોના ઈશારા સાથે જવાબ આપ્યો હતો. તેમણે મીડિયાકર્મીઓને કહ્યું, "તમે લોકોને હંમેશા સમાચાર જોઈએ છે. હું ઘણો અનુભવી છું અને મેં આ દેશમાં ઘણા રાજકીય પરિવર્તનો થતા જોયા છે. અમે NDA છીએ અને હું NDAની બેઠકમાં જઈ રહ્યો છું."