2022ની ચૂંટણી ને હજુ એક વર્ષ કરતા વધુ સમયની વાર છે, જો કે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તૈયાર છે. તેવામાં રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી.
શુક્રવારે મોડી મળેલી બેઠકમાં સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શન અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ (Jashabhai Barad) તથા માવજીભાઈ ડોડીયા (Mavjibhai Dodiya) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. પાટીદારોના ખોડલધામ જેવું જ કારડિયા રાજપૂત સમાજનું ભવાની માતા (Bhavani Mata) નું મોટું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.