ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાને જોર પકડ્યુ છે. રવિવારે પીએમ મોદીએ સૌથી પહેલા કપરાડામાં જનસભાને સંબોધિત કરી, જે બાદ તેઓ વલસાડ પહોંચ્યા. ત્યાં તેમણે લોકોને ભાજપને જીતાડવાની અપીલ કરી. પીએમ મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોના આશીર્વાદથી મારુ ચૂંટણી અભિયાન શરૂ થઈ રહ્યુ છે. મારા માટે તો એ ફોર આદિવાસી છે. મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે.