દેશમાં એક તરફ ખેડૂતો આંદોલન ચાલી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ખેડૂતોને સમજાવવા માટે દેશ વ્યાપી ચૌપાલનું આયોજન કરાયું છે. શુક્રવારે વડા પ્રધાન ઉપરાંત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ દ્વારા ખેડૂતોને કાયદાની વાસ્તવિકતા સમાજવવામાં આવી હતી. આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, સરકાર દ્વારા તૈયાર થયેલા કૃષિ કાયદાને એક-બે વર્ષ માટે લાગુ કરી જૂઓ, ખેડૂતોને તેનાથી ફાયદો નહીં જણાય તો સરકાર તેમાં સુધારા કરશે. દિલ્હીના દ્વારકામાં એક રેલીનો સંબોધન દરમિયાન રાજનાથે જણાવ્યું કે, આંદોલનમાં જે લોકો જોડાયા છે તે ખેડૂતો છે અને ખેડૂતોના સંતાનો છે. સરકારને તેમના પ્રત્યે માન છે. હું પોતે ખેડૂતનો પુત્ર છું. મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ક્યારેય ખેડૂતોનું અહીત કરવામાં નહીં આવે. નવા કાયદાને એક વખત પ્રાયોગિક ધોરણે લાગુ કરવા જોઈએ. દરેક સમસ્યાનું સમાધાન ચર્ચા દ્વારા આવે છે અને આ સમસ્યા પણ ચર્ચા દ્વારા જ ઉકેલી શકાશે.