Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસએ અપર સ્ટેજના રૉકેટ એન્જિનનું હૈદરાબાદમાં સફળ પરિક્ષણ કર્યું છે. આ રૉકેટ એન્જિનનું નામ “રમણ” રાખવામાં આવ્યું છે. આ એન્જિન અનેક ઉપગ્રહોને એક જ વારમાં અલગ-અલગ કક્ષામાં સ્થાપિત કરી શકે છે.

આ અંગે સ્કાયરુટના સહ-સંસ્થાપક પવનકુમાર ચંદાનાએ જણાવ્યું કે, અમે ભારતના પ્રથમ 100 ટકા 3-D પ્રિન્ટેડ બાય-પ્રોપેલેન્ટ તરલ રૉકેટ એન્જિન ઈન્જેક્ટરનું સફળ પરીક્ષણ કર્યું છે.

સ્કાયરુટનો દાવો છે કે, આ એન્જિન અનેક વખત ચાલુ થઈ શકે છે. તેની ખૂબીના પગલે આ એક જ મિશનમાં અનેક ઉપગ્રહોને એક કરતાં વધુ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં સમર્થ છે.

પવનકુમારે જણાવ્યું કે, કંપનીના બે રૉકેટ 6 મહિનામાં પ્રક્ષેપણ માટે તૈયાર થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે, આ સ્ટાર્ટઅપે અત્યાર સુધી 31.5 કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે. વર્ષ 2021 પહેલા તેનું લક્ષ્ય 90 કરોડ રૂપિયા એકઠા કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપવામાં આવેલ સ્કાયરુટ ભારતનું પ્રથમ ખાનગી અંતરિક્ષ પ્રક્ષેપણ યાન બનાવી રહી છે. પરીક્ષણ પહેલા કંપનીએ આ રૉકેટ વિશે પ્રાઈવસી જાળવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ