લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections)પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદ(Hyderabad)માં એક જનસભાને સંબોધી હતી. ત્યારપછી રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.