કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી. અહીંથી તેઓ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે. પીએમ મોદી જે કંપનીઓની મુલાકાત લઈ રહ્યા છે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની ટોપ રસી કંપનીઓમાં ગણાય છે. અત્યાર સુધીમાં અનેક બીમારીઓની અબજો ડોઝ રસીનું નિર્માણ કરી ચૂકી છે.