બંગાળની ખાડીમાંથી સર્જાયેલ ચક્રવાતી તોફાન નિવાર નબળું પડીને અતિ ગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 26 નવેમ્બરે મધરાતે 2.30 વાગ્યે પુડુચેરી ક્રોસ કરી ગયા બાદ તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઘટીને 100-110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. આ વાવાઝોડા બાદ ચારેબાજુ વિનાશના દ્રશ્યો સર્જાયા હતા. વાવાઝોડું ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. આગામી છ કલાકોમાં તે નબળું પડી જશે. તામિલનાડુ અને પુડુચેરીના અધિકારીએ વાવાઝોડાથી ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે અનેક ઉપાયો કયર્િ છે. તામિલનાડુ અને પુડુચેરીમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ તામિલનાડુના કુડુલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. પુડુચેરીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુના કુડુલોરમાં 25 નવેમ્બરના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી 26 નવેમ્બર રાતે 1.30 વાગ્યા સુધીમાં 244 એમએમ વરસાદ અને પુડુચેરીમાં 225 એમએમ વરસાદ નોંધાયો છે. તામિલનાડુમાં એક લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા છે.