બંગાળની ખાડીમાંથી તોફાની પવન આઠ રાજ્યોમાં આજથી ચાર દિવસ સુધી ત્રાટકે તેવી શક્યતા છે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. 16મી મેના સાંજથી ત્રણ-ચાર દિવસ ભારે હવા સાથે વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ વર્તાશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાંથી આઠ રાજ્યોમાં એમ્ફાન નામનું તોફાન ત્રાટકશે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં સૌથી વધારે અસર થશે. તીવ્ર હવા ફૂંકાશે અને ભારે વરસાદ પણ થઈ શકે છે. દેશના આઠ રાજ્યોને એલર્ટ કરાયા છે, જેમાં પશ્વિમ બંગાળ, ઓડિશા ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ આવતા હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે.