તૌકતે વાવાઝોડાએ રવિવારે કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળ્યા હતા. વાવાઝોડાએ કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં વાવાઝોડાને કારણે થયેલા વરસાદ અને ભારે પવન ફૂંકાતા દરિયા કિનારા તથા મધ્ય કર્ણાટકમાં અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ગોવામાં ચક્રવાતી તોફાનના કારણે સામાન્ય જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તોફાનના કારણે અનેક વૃક્ષો ઊખડી ગયા હતા, જેના નીચે દબાઈને એકનું મોત નીપજ્યું હતું. આમ, વાવાઝોડા સંબંધિત ઘટનાઓમાં કુલ છનાં મોત નીપજ્યાં હતા. ટૌટે વાવાઝોડું રવિવારે વધુ શક્તિશાળી બન્યું હતું અને ગુજરાત તરફ આગળ વધ્યું છે, તે સોમવારે સાંજે ગુજરાતમાં ટકરાશે.