મેક્સિકો (Mexico)ના અલાપુલ્કોમાં વાવાઝોડું ઓટિસ (Hurricane Otis) ટકરાયા બાદ ઓછામાં ઓછા 27 લોકોના મોત નિપજ્યા છે. મૈક્સિકન સુરક્ષા મંત્રી રોજા આઈસેલા રોડ્રિગ્ઝે કહ્યું કે, 4 લોકો હજુ પણ લાપતા છે. મૈક્સિકન અધિકારીઓ હાલ ઓટિસના કારણે સર્જાયેલ તબાહીનો તાગ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઓટિશના કારણે મોટાપ્રમાણમાં તારાજી સર્જાઈ છે.