અમેરિકાના ફ્લોરિડામાં પશ્ચિમી તટે પહોંચેલા 'ઈયાન' વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ક્યુબામાં તે ત્રીજી કેટેગરીમાં હતું અને ફ્લોરિડા પહોંચતા સુધીમાં ચોથી શ્રેણીમાં આવી ગયું છે. આ કારણે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ફ્લોરિડામાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
બુધવારે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમી કિનારે મોન્સ્ટર-4 શ્રેણીના ઈયાન વાવાઝોડાએ ભારે પવન અને મૂશળધાર વરસાદ સાથે આગમન કર્યું હતું. આ કારણે તે વિસ્તારના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે અને અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા છે. વિશાનકારી તોફાનના કારણે ફ્લોરિડામાં મોટા પાયે નુકસાન થયું છે.