કેરળ અને તમિલનાડુમાં ચક્રવાત નિવાર બાદ વધુ એક વાવાઝોડું ‘બુરેવી’ આવી રહ્યું છે. બંગાળની ખાડી એક ઊંડો દબાણ વિસ્તાર બની રહી છે, જે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું 4 ડિસેમ્બર સુધીમાં દક્ષિણ તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે.
વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું આજે સાંજે અથવા રાત્રે શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે. ત્યારબાદ 3 ડિસેમ્બરે તે પશ્ચિમ બાજુએ મુન્નાર અને કન્યાકુમારીના અખાત સુધી પહોંચે તેવી શક્યતા છે. કેરળમાં 2 ડિસેમ્બરથી જોરદાર પવન અને વરસાદ પડવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ચક્રવાત નિવારે રાજ્યમાં તબાહી મચાવી હતી.