નોટબંધી પછી ઈન્કમટેક્સ એક્ટિવ થયું છે. આ કામના ભારણે ઈન્કમટેક્સના એક કર્મચારીનો ભોગ લીધો, જેનાથી નારાજ ગુજરાતનું ઈન્કમટેક્સ વિભાગનું કર્મચારી મંડળી નારાજ છે. આ મુદ્દે તેમણે ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપ્યું. તેમનો દાવો છે કે વિભાગમાં 40 ટકા સ્ટાફની ઘટ છે. વળી,નોટબંધીના પગલે સર્વે,દરોડા અને પેપરવર્ક ખૂબ વધ્યું છે, તેથી સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ કરવું પડે છે.