સોમવારે રાજ્યસભા (Rajya Sabha)માં ભારે હોબાળો થયો, જ્યારે કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju)એ કર્ણાટક (Karnataka)ના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારના મુસ્લિમ અનામત (Muslim Reservation) અંગેના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો. રિજિજુએ કહ્યું કે ડીકે શિવકુમારે બંધારણમાં ફેરફારની વાત કરી છે, જે બંધારણીય જોગવાઈઓની વિરુદ્ધ છે. મુસ્લિમ અનામતને લઈને રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.