ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી હતી, ટેન્ટ વચ્ચે જ એક સિલિન્ડર ફાટયો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઇ ગઇ હતી. આગની લપેટમાં આવેલા ૨૦ જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબુમાં લેવામાં કલાકોનો સમય લાગી ગયો હતો. શાસ્ત્રી બ્રિજના સેક્ટર ૧૯માં આ આગ ફેલાઇ હતી, સ્થાનિક લોકોનો દાવો છે કે આશરે ૫૦૦ જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા છે. જોકે સ્થાનિક અધિકારીઓનો દાવો છે કે ૨૦ જેટલા તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થળ પર પહોંચ્યા હતા.