તેલંગાણાના એક હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટની અંદર પાવર હાઈસમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં 9 લોકો અંદર જ ફસાઈ ગયા છે. તેલંગાણા-આંધ્ર પ્રદેશ બોર્ડર પર આવેલ આ પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ રેસક્યુ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં 10 લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શ્રીસૈલમ ડેમ પર આવેલ આ અંડરગ્રાઉન્ડ પાવર પ્લાન્ટના યુનિટ-1માં મોડી રાત્રે 10:30 કલાકે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
હાલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ અંદર ફસાયેલા લોકોને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. તેમને બચાવવા માટે કુરનુલ જિલ્લાના અતમાકુર ફાયર સ્ટેશનની એક ટીમ પણ મદદ કરી રહી છે. જે 10 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા, તેમાંથી 6ની હાલત ગંભીર છે. જેમને શ્રીસૈલમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
તેલંગાણા સરકારના મંત્રી જી જગદીશ્વર રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, આગ લાગવાની સાથે જ પાવર પ્લાન્ટના વીજ સપ્લાયને કાપી નાંખવામાં આવ્યો હતો. અમે કોલસાની ખાણોમાં કામ કરનારી ટીમની પણ મદદ લઈ રહ્યાં છીએ, કારણ કે તેમને આવી સ્થિતિનો સામનો કરવાનો અનુભવ હોઈ શકે છે. હાલ અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવા એજ અમારી પ્રાથમિક્તા છે.