દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે એક મોટો વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે તેની તીવ્રતાને કારણે આસપાસના વાહનો અને ઇમારતોના કાચ તુટી ગયા હતા. એટલુ જ નહીં આકાશમાં ધુમાડો એટલો ફેલાઇ ગયો હતો કે તેને જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ વિસ્ફોટને લઇને હાલ દિલ્હી પોલીસ અને એજન્સીઓ તપાસ કરી રહી છે. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ એટલી ફેલાઇ ગઇ હતી કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી.