વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા માં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કરશે. આ દરમિયાન ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ આ દરમિયાન કોઈ મોટી જાહેરાત કરી શકે છે. હ્યૂસ્ટનના એન.આર.જી. સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમને ધ્યાને લઈ દરેક સ્થળે પૉસ્ટર લાગેલા છે.
આ પહેલા વર્ષ 2014માં મૅડિસન સ્ક્વૅરમાં મોદીનો કાર્યક્રમ આયોજિત થયો હતો. મોદીનો આ કાર્યક્રમ સુપરહિટ હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે, મોદીનો કાર્યક્રમ મૅડિસન સ્ક્વૅરથી પણ વધુ ભવ્ય છે.
વડાપ્રધાન તરીકે મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં વર્ષ 2014માં પહેલીવાર મૅડિસન સ્ક્વૅર ગાર્ડનમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. ત્યારે પીએમ મોદીને સાંભળવા 20 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા.