મહારાષ્ટ્રના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલાં જાયકવાડી ડેમમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો વિરોધ કરનારી કહાર સમાજ પંચ કમિટિ નામની એનજીઓની અરજી નકારી કાઢી તેને આડે હાથે લતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? સુપ્રીમ કોર્ટે એનજીઓની આ અરજી કરવાની લાયકાત સામે સવાલ કરતાં જણાવ્યું હતું કે તમને કોણે પ્લાન્ટ કર્યા છે? તમને કોણ ભંડોળ પુરૂ પાડે છે? પર્યાવરણના રક્ષણ મામલે તમારો ભૂતકાળનો અનુભવ શો છે? સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે એમ લાગે છે કે જે કંપની ટેન્ડર મેળવવામાં નિષ્ફળ ગઇ છે તેણે તમને ભંડોળ પુરૂ પાડયું લાગે છે અને આ રીતે તે વાહિયાત કાનુની ખટલાઓ કરી તે પ્રોજેક્ટને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.