આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિતે શિક્ષણની ભાષા વિશે કવિ નિરંજન ભગતે મત વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આપણે માતૃભાષાને લઈને ધરખમ ફેરફાર કરવા પડશે. નાના થીંગડાથી કામ નહીં ચાલે. તે માને છે કે સ્કૂલ-કોલેજમાં સાહિત્ય, ઇતિહાસને ગુજરાતીમાં ભણાવો અને વિજ્ઞાન, ગણિત અને ફિઝિક્સને અંગ્રેજીમાં ભણાવો. આમ થવાથી છોકરા બંને ભાષા શીખશે.