કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus third wave) બાળકો માટે ઘાતક નીવડી શકે તેવી દહેશત વચ્ચે આયુષ મંત્રાલયે ગાઈડલાઈન (Ayush Ministry Guidelines to Protect Children) જાહેર કરી છે. જેમાં આયુર્વેદ દવાઓ, પ્રાકૃતિક દવાઓના માધ્યમથી સ્વાસ્થ્યની જાળવણી, માસ્ક (Face mask) પહેરવું, યોગ કરવા, ચેતવણીના પાંચ સંકેતો, માતા પિતાએ ટેલી કન્સલ્ટન્ટને પસંદ કરવું અને રસી (Corona vaccine) લેવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝ18 દ્વારા આ ગાઈડલાઈનની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ફલિત થયું હતું કે, સામાન્ય રીતે વયસ્કોની સરખામણીએ બાળકોમાં સંક્રમણ હળવું હોય છે અને કોરોના સંક્રમણ ધરાવતા મોટાભાગના બાળકોને ખાસ સારવારની જરૂર રહેતી નથી. વાયરસથી બચાવવા માટે બાળકોને પ્રોફીલૈક્સીસ એટલે કે એક પ્રકારના પ્રિવેન્શન સારવાર સારી પદ્ધતિ છે.
ગાઈડલાઈન કહે છે કે, અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા વિવિધ અધ્યયનમાં કેટલીક આયુર્વેદની દવાઓએ કોરોનાની સારવારમાં અસરકારકતા દર્શાવી ચુકી છે. ટાઈપ -1 ડાયાબિટીઝ, ક્રોનિક કાર્ડિયોપલ્મોનરી રોગ, અથવા ઈમ્યુન કોમપ્રાઇઝેડ જેવી તકલીફ ધરાવતા બાળકો માટે વધુ જોખમ હોઈ શકે છે. આમ તો બાળકોની ઈમ્યુન સિસ્ટમ (Immunity system of children) મજબૂત હોય છે, પણ ઘણા મ્યુટેન્ટ વાયરસ સ્ટ્રેઇનનો ખતરો વધતો હોવાથી કોરોના રોકવાના તમામ ધારાધોરણોને અનુસરવું જોઈએ.
બાળકો માટે સલાહ
>> ગાઈડલાઈનમાં બાળકો માટે કેટલાક સૂચનો થયા છે. તેઓને ઘરની બહાર વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જોઈએ. જો બાળક સ્વેચ્છાએ તેમના હાથ ધોતા ન હોય તો તેમને ઇનામ આપવાની ઓફર કરવી, જે મદદરૂપ થઈ શકે.
>> ગાઈડલાઈન વધુ જણાવે છે કે, 5-18 વર્ષની વયના બાળકો માટે માસ્ક ફરજિયાત છે. જ્યારે 2-5 વર્ષની વયના બાળકો માટે માસ્ક માતાપિતાની દેખરેખ હેઠળ ઇચ્છનીય છે. બાળકો માટે નોન-મેડિકલ અથવા ફેબ્રિક થ્રી-લેયરના કોટન માસ્ક વધુ યોગ્ય છે. બાળકો માસ્ક પહેરે તે માટે આકર્ષક, રંગીન અને ટ્રેન્ડી માસ્ક આપી શકાય છે.
કયા કયા પગલાં લઈ શકાય?
>> બાળકોને નવશેકું પાણી પીવડાવવું જોઈએ, બે વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સવારે અને રાત્રે યોગ્ય બ્રશિંગ દ્વારા કરાવવું, અને 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ગરમ પાણીથી કોગળા કરાવવા જોઈએ.
>> તેલ માલિશ, નાકમાં તેલ લગાવવું, પ્રાણાયામ અને ધ્યાન જેવા યોગ કરવા (5 વર્ષનું બાળક કરી શકે તેવી કસરત) માટે પ્રોત્સાહન આપવું જોઈએ.
>> આયુર્વેદ તબીબના માર્ગદર્શન મુજબ સારવાર અને હળદરનું દૂધ, ચ્યવનપ્રાશ અને પારંપરિક ઔષધિઓનો ઉકાળો અને લક્ષણો હોય તેવા બાળકોને આયુર્વેદ દવાઓ અપાવી જોઈએ.