એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR)એ વર્ષ 2022-23માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પક્ષોને મળેતા ફંડનો રિપોર્ટ જાહેર ક્યો છે, જેમાં સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે. રિપોર્ટ મુજબ બીઆરએસને કુલ ડોનેશનમાંથી લગભગ 25 ટકા ફંડ મળ્યું છે. 2022-23 માટેના ઈલેક્ટોરલ ટ્રસ્ટના યોગદાન અહેવાલના વિશ્લેષણ મુજબ 39 કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોએ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને 363 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે.