મંગળવારે, કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી. સરકારે જણાવ્યું છે કે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં, આયુષ્માન ભારત યોજના હેઠળ 8.5 કરોડથી વધુ સારવાર પૂરી પાડવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ, સરકારી હોસ્પિટલોમાં ૪.૨ કરોડ અને ખાનગી હોસ્પિટલોમાં ૪.૩ કરોડ સારવાર કરવામાં આવી છે.