-
દિવાળી એટલે લક્ષ્મી પૂજનનો દિવસ પણ ખરો. ધનતેરસના દિવસે ધનની સાથે સોના-ચાંદીના આભૂષણોની પણ પૂજાવિધિ કરવાની પરંપરા રહી છે. લોકો સાનાના દાગીના ખરીદવા જાય ત્યારે કેટલાક જ્વેલર્સ દ્વારા કઈ રીતે ગોલમાલ થાય છે તે જાણવું જરૂરી છે. સોનાના દાગીનાની ખરીદી પર જવેલર્સ પોતાની 25 ટકા કમાણી કરી લે તે પછી જ ગ્રાહક નફાના હક્કદાર બને છે. દુબઇ ગોલ્ડ જ્વેલરીના નામે મુંબઇના મઝગાંવ વિસ્તારમાં એક જાણીતા ઝવેરીને જ્યારે પૂછવામાં આવ્યું કે જો આભૂષણો દુબઇના છે તો તેના પર મજૂરીના દર અલગ અલગ ડિઝાઇન પર પ્રતિગ્રામ 300થી લઇને 450 રૂપિયા શા માટે લેવાય છે? કેમ કે દુબઇમાં તો કોઇ મજૂરીનો ચાર્જ લેવાતો નથી. કારણ કે દુબઇમાં તો દાગીના મશીન પર તૈયાર થાય છે. ત્યાં તો કોઇ મજૂર છે જ નહી. ત્યારે પેલા ઝવેરીએ ગોળ ગોળ જવાબ આપ્યો. વાસ્તવિક્તા એ છે કે આ ઝવેરીઓ ગ્રાહકોમાં પેદા કરેલી પોતાની ગુડવીલ એટલે કે શાખના પૂરેપૂરો લાભ મજૂરીના નામે લઇ રહ્યાં છે. આ માત્ર મઝગાંવમાં જ નહીં પરંતુ દેશભરના ઝવેરીઓ પોતાના દાગીનાના વેચાણ માટે કોઇ યોગ્ય પ્રસ્થાપિત ધારાધોરણો રાખતાં નથી. નજીક નજીકની બે જ્વેલર્સની દુકાનોમાં પણ ભાવમાં સમાનતા હોતી નથી.
તેનો ઉકેલ કે ઉપાય શું... તેના જવાબમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA-ઇબ્જા)ના રાષ્ટ્રીય મંત્રી સુરેન્દ્ર મહેતા કહે છે કે જો સરકાર સમગ્ર દેશમાં સોનાના આભૂષણો પર હોલમાર્કિંગ ફરજીયાત અને એક સમાન બનાવી દે તથા તેના કડક અમલ માટે દંડાત્મક શિક્ષાની જોગવાઇ કરે તો કદાજ લાંબા ગાળે ગ્રાહકોને એક સમાન દરથી અને બિલમાં દર્શાવેલ શુધ્ધતા પ્રમાણે સોનુ મળશે અને દુબઇ ગોલ્ડના નામે થતી છેતરપિંડી રોકાશે. ગ્રાહકોએ 3 ટકા જીએસટી ચુકવીને કાયદેસરનું બિલ લઇને દાગીના ખરીદે તો જીવનભરની કમાણી કે બચત સુરક્ષિત રહેશે. જો ગ્રાહક ઇચ્છે તો ભારત સરકારના બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS) દ્વારા પ્રમાણિત હોલમાર્કિંગનો આગ્રહ રાકીને તેની ફરીથી તપાસ કરાવી શકે છે કેમ કે દરેક ઝવેરીઓએ દરેક દાગીના પર હોલમાર્કિંગ ચાર્જ ભરેલો જ હોય છે. અને એ ચાર્જ છેવટે ગ્રાહક પાસેથી જ વસૂલ કરાય છે. એક ઝવેરીએ નામ નહીં લખવાની શરતે એમ પણ કહ્યું કે ઓછા નફાથી પેટ ભરાતું નથી ત્યારે કેટલાક જ્વેલર્સ તો બીઆઇએસ જેવી સરકારી સંસ્થાના કર્મચારીઓ સાથે સેટીંગ કરીને ઓછા કેરેટવાળા દાગીના પર વધુ કેર્ટના હોલમાર્કિંગ કરાવતા હોવાના પણ દાખલા છે.