આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીને જમ્મુના બસ સ્ટેશન ઉપર હુમલો કરાવવા માટે 16 વર્ષના કિશોરને 50 હજાર રૂપિયા આપ્યા હતાં. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે, લંચબોક્સમાં ગ્રેનેડ છૂપાવીને તેણે હુમલાને અંજામ આપ્યો હતો. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના પિતા પેઈન્ટર છે.
આધારકાર્ડ અને અન્ય ઓળખપત્રો મુજબ તેની જન્મ તારીખ 12 માર્ચ, 2003 છે. તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા પહેલાં તેની વયની તપાસ કરાવાશે. તેને અત્યારે બાળસુધાર ગૃહ મોકલાશે. સાથે જ સરકાર અદાલત પાસે મંજૂર માગશે કે, આતંકવાદ વિરોધી કાયદાની જોગવાઈ હેઠળ તેના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે.