કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના દેશોને દેખરેખ વધારવાની અપીલ કરી છે. ડબ્લ્યુએચઓએ લોકોને કોવિડ 19 અને તેના નવા પેટા-રોગ પ્રકાર JN.1 અને ઈન્ફલ્યુએન્ઝા સહિત શ્વસન રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નિવારક પગલાં લેવા જણાવ્યું છે.