મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં. સીએમ પટેલે ગઢડા ખાતે નિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોનાં આશિર્વાદ મેળવ્યાં હતાં. સ્વામી બ્રમ્હવિહારી સ્વામી તથા સંતગણે મુખ્યમંત્રીનું મંદિર પટાંગણમાં ઉષ્માભેર આવકાર્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) પણ હાજર રહ્યા હતા. જ્યાં સી.આર પાટીલે મુખ્યમંત્રીને ભોળા ગણાવ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'આમ તો મુખ્યમંત્રી કઇ રીતે રાજકારણમાં આવી ગયા તે તપાસનો વિષય છે. ખરેખર ખૂબ ભોળા અને સહજ છે. અમારે તેમને ઘણીવાર અમારે ખભો પકડીને ચેતાવવા પડે કે, સાહેબ જરા જોજો, સામેવાળાથી ચેતવા જેવું છે. પરંતુ તેઓ એવું જ કહે છે કે, તેમની પર ઘણાંના આશીર્વાદ છે. ભલે તેની દાનત ખરાબ હશે પરંતુ તે છેતરીને પણ કાંઇ પામી શકશે નહીં. અને છેતરીને કાંઇ મેળવી શકશે નહીં. એવો તેમને આશીર્વાદ છે, કારણ કે, ઘણાંના આશીર્વાદ તેમની સાથે છે અને ગુજરાતની પ્રજાના પણ આશીર્વાદ તેમની સાથે છે. '