મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજીત પવારે શનિવારે સૂચક નિવેદન આપ્યું છે. શરદ પવાર સામે બળવો કરવાનો અજીત પવારને હવે પસ્તાવો થઈ રહ્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે ઘર તોડવું એ મોટી ભૂલ હતી. ગઢચિરોલીમાં એક રેલીને સંબોધિત કરતાં સમયે અજીત પવારે કહ્યું છે કે, 'ઘર તોડવું ભૂલ હતી, સમાજ આ વસ્તુ ક્યારેય સ્વીકારશે નહીં.' નોંધનીય છે કે ગયા વર્ષે અજીત પવારે NCPમાં અનેક ધારાસભ્યો સાથે વિદ્રોહ કર્યો હતો અને NDAમાં સામેલ થઈ ગયા હતા. આટલું જ નહીં તેઓ હાલ રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, લોકસભા ચૂંટણીમાં અજીત પવારના પત્ની સુનેત્રા પવારે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી.