ગુજરાતમાં મચ્છરજન્ય બીમારી તેમજ તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં જ સખત તાવને કારણે 8500થી વઘુ લોકોને હૉસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.