Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સમાજમાં માબાપો એક બાજુથી બાળકને એન્ટી-બાયોટિક્સ આપે છે અને બીજી બાજુથી નજર ઉતારવા માટે દીવાલ ઉપર છુટ્ટી વાર ફેંકવાના અને મરચાં ગરમ કરવાનાં ટુચકા કરે છે. સ્નાતકો આધાશીશી મટાડવા માટે બોરીવલીના બાબનું મંત્રેલું પાણી ટેસથી પી જાય છે. હાડકું ભાગે ત્યારે ભાગે ત્યારે લોકો હજી હાડવૈદ પાસે જાય છે. ઓર્થોપેડિક સર્જનનો વારો છેલ્લે આવે છે. પેલાં 5,000 વંધ્ય દંપતીએ સંતાનો પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિકની પદ્ધતિ પણ અજમાવી હશે અને તેઓ યજ્ઞને પણ અજમાવશે. તેમને વિજ્ઞાનની છોછ નથી, અંધશ્રદ્ધાનીય તેમને છોછ નથી. મુંબઈના શિક્ષિત કિશોરો બડવા થઈને અને મામાની પિદૂડી કાઢીને જનોઈ કે યજ્ઞોપવીત સંસ્કાર પ્રાપ્ત કરે છે અને તરત જ તેઓ વીડિયો ઉપર સ્ટારવોર્સ જોવા બેસી જાય છે. નર્મદાના જમાનામાં પહેલવહેલું રેલવે એન્જિન નર્મદા નદીનો પુલ ઓળંગવાનું હતું ત્યારે લોકો કહેતા કે જોજોને, નર્મદામૈયા એ દુષ્ટ રાક્ષસ (લોકોમોટિવ) ને પાડી નાખશે. એન્જિન તો ટ્રેનના ડબ્બા સાથે પુલ ઉપર થઈને નદી પાર કરી ગયું. લોકોએ તરત જ નાળિયેર વધેરીને એન્જિનદેવની પૂજા કરી. અગાઉ લોકો સૂર્યને, સમુદ્રને, વરસાદને અને નાગને પૂજતા. કોચીના યજ્ઞના ઓર્ગેનાઈઝરો ક્વાલિટી કન્ટ્રોલમાં માને છે. તેમણે શુદ્ધ ઘી તથા શુદ્ધ સુખડનો યજ્ઞમાં ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. બ્રાહ્મણોનાં મંત્રચ્ચારમાં અને લાકડાના ચમચાતથી યાજ્ઞિકો દ્રારા અગ્નિમાં રેડાનારા શુદ્ધ ઘીમાં વંધ્ય દંપતીઓને શ્રદ્ધા છે.

        પુત્રેષ્ટિ યજ્ઞ વિશે કેરળમાં વિવાદ ભભુકી ઊઠ્યો છે. પુત્રેષ્ટિ યજ્ઞ એ નિ:સંતાન દંપતીઓ માટેની પ્રાચીન વૈદીક વિધિ છે એમ કહેવાય છે. 

        ઘણા બુદ્ધિજીવીઓ, સ્ત્રીઓ અને વૈદિક જૂથો ઘણાં બધાં કારણસર આ યજ્ઞનો વિરોધ કરી રહ્યાં છે. આયોજકોનો દાવો એવો છે કે રાજા દશરથને આ યજ્ઞથી લાભ થયો હતો.

        બુદ્ધિજીવીઓ આ યજ્ઞના આયોજનને અર્થહીન કહે છે. તેમને કહેવું છે આ યજ્ઞ નિ:સંતાન દંપતીઓની અંધશ્રદ્ધાને વધુ વકરાવશે. જ્યારે કેટલાક વૈદિક પંડિતોનું એવું માનવું છે કે આયોજકો યજ્ઞના યોજવા માટે સક્ષમ અને સમર્થ નથી.

        આટલા બધા વિરોધ છતાં 5,000 નિ:સંતાન દંપીઓએ યજ્ઞ માટે નામ નોંધાવ્યાં છે. ગરજવાનને અક્કલ હોતી નથી.

        આયોજકોનો એવો દાવો છે કે ભારતનાં એક કરોડ 50 લાખ દંપતીઓ બાળક વિનાનાં છે. તેમના મત મુજબ પુત્રેષ્ટિ યજ્ઞ વૈદિક કાળની એક પવિત્ર અને પરિણામલક્ષી વિધિ છે.

        આયોજકોનું કહેવું છે કે તેઓ ઋગ્વેદ અને રામાયણમાં વર્ણવાયેલી પ્રાચીન વિધિ મુજબ જ યજ્ઞ કરી રહ્યા છે. જેમણે ગર્ભાશય સંબંધી કોઈ જ શસ્ત્રક્રિયા કરાવી ન હોય તેવાં તથા પ્રજનનવયમાં હોય તેવાં દંપતીઓનો જ તેમણે સમાવેશ કર્યાં છે. આ યજ્ઞમાં ભાગ લેનાર દંપતીઓ વેદો મુજબ પુત્રની જ આશા સેવી શકે, પુત્રીની નહીં.

        યજ્ઞની સફળતા આ માટે સબ્જેક્ટસને પરંપરાગત વિધિઓમાં, સુચિત આહારમાં અને યાજ્ઞિકોમાં શ્રદ્ધા હોવી જોઈએ એવો આગ્રહ આયોજકો રાખે છે. સંકલ્પ જો શુદ્ધ હોય તો આ દંપતીઓને માત્ર પુત્રજન્મનો જ નહીં, અન્ય આનુષગિક લાભ પણ મળશે. વિવિધ ગ્રહોની શરીર પર પડતી ખરાબ અસરો પણ આ યજ્ઞથી નિવારી શકાય. એમ આયોજકો છાતી ઠોકીને કહે છે (તેમની છાતી ઘણી જ મજબુત હોવી જોઈએ) તેઓ પુત્ર આપવા ઉપરાંત ગ્રહોની માઠી અસર દૂર કરવાનું બોનસ પણ આપે છે.

        આયોજકો કોચીના દરબાર હોલમાં ગ્રાઉન્ડ ખાતે યજ્ઞશાળા અને પ્રેક્ષાગારનું બાંધકામ કરાવી રહ્યા છે. ટનબંધ લાકડાં, ત્રીસ હજાર જેટલા માટીના ઘડા એક ક્વિન્ટલ શુદ્ધ ઘી અને સેંકડો કિલો ચોખા આ યજ્ઞમાં વપરાશે. ચેરૂમુકકુ, વાસુદેવન આક્કિત્રિપદ નામના પંડિતોના નેતૃત્વ હેઠળ 200 પંડિતો આ યજ્ઞની વિધિ પાર પાડવા પોતાનાં પીતાબંરોને કસી રહ્યા છે. દૂધ અને ઘી માટે ઉચ્ચ કક્ષાની સેંકડો ગાયો મળવવામાં આવી છે. ગોદાન આપનારાનો આ દેશમાં તોટો નથી. પંડિત ઈદામાયુકુનું કહેવું છે કે માત્ર યજ્ઞ દ્રારા ઈચ્છિત પરિણાં પ્રાપ્ત થાય એમ માનવું  ભૂલભરેલું છે. તેમના કહેવા મુજબ વેદમાં જણાવાયેલી સંતાનપ્રાપ્તિ માટેની એક ક્રિયા જેમાં દંપતીમાંથી જે બિનફળદ્રુપ હોય તેણે બીજી ફળદ્રુપ વિજાતીય વ્યકિતને ગર્ભાધારણ માટે સ્વીકારવી રહી. મહાભારતમાં આવી પદ્ધતિનો ઉલ્લેખ આવે છે. નિયોગ માટેની બહારની વ્યકિત જાતીય ક્રિયા વખતે આંખે કાળા પાટા બંધે, છે. જશ કોને મળશે? કોચીના યજ્ઞને? કે નિયોગને? નિયોગ એટલે લાઈવ સ્પર્મ બેંક, રાઈટ? સંકુચિત રાષ્ટ્રપ્રેમીઓ કહે છે, પ્રાચીન ભારતમાં રોકેટ અને અવકાશયાનો ઊડતાં હતાં. પશ્વિમના દેશો આપણું જ બધું ચોરી ગયા છે. શાબ્બાશ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ