ખેલા ભટ્ટાચાર્ચને બ્રેઈન ટ્યુમર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા.ત્રણ સર્જરી થયા બાદ તે કોમામાં ચાલ્યા ગયા. મહિના પછી મૃત્યું થયું. તેમના પતિએ તબીબી બેદરકારી સામે દાવો માંડ્યો. ગ્રાહક ફરિયાદ આયોગે તપાસ કરી કહ્યું કે સર્જરી પહેલાં દર્દીનું મૂલ્યાંકન થયું નહોતું, તેમ જ ઓપરેશન માટેના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન ન થયું. કમિશને આદેશ કર્યો હોસ્પિટલ ફરિયાદીને 10 લાખ રુપિયા ચૂકવે.