રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયેલા હતાં. પાણીના વધારે પડતા દબાણને કારણે એક ડેમ પણ તૂટી ગયો છે.
પ્રાંતીય સરકારે શનિવારે ઓસર્ક વિસ્તારમાંથી બે હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તાર કઝાકિસ્તાન સરહદે આવેલુ છે.