કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટ્ટમલમાં સેવેન્સ ફુટબોલ મેચ દરમિયાન ભયાનક દુર્ઘટના બની છે. અહીં મેચ પહેલા આતશબાજીમાં અનેક દર્શકો દાઝી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, 25થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ઘયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.