ચીનમાં કોરોના વધુને વધુ ભયાનક અને ખતરનાક બની રહ્યો હોય તેમ એક જ દિવસમાં 3.70 કરોડ લોકો સંક્રમિત બન્યા હોવાનો ધડાકો થયો છે. આખી દુનિયામાં એક જ દિવસમાં કોઇ એક દેશમાં આટલા કેસ નોંધાયા હોવાનો પણ રેકોર્ડ છે. ચીનમાં ચાલુ ડીસેમ્બર મહિનાના 20 જ દિવસમાં 18 ટકા વસ્તી અર્થાત 24.8 કરોડ લોકો કોરોનાની ઝપટે ચડી ગયા હોવાનું બહાર આવ્યું છે. જો કે સરકાર દ્વારા આંકડાઓ છૂપાવવામાં આવી રહ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગની આંતરિક બેઠકમાં આ આંકડાકીય ખુલાસો થયો હોવાનું બહાર આવ્યું છે.