ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત ૩૦ના મોત થયા હત અને ૧૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓને ઇજા થઈ છે. ઇઝરાયલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.