ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે દિલ્હીમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યા બાદ નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું આ ઍવોર્ડ મેળવ્યા બાદ ખૂબ જ સન્માનિત અને ગર્વ અનુભવું છું. રિલાયન્સ ફાઉન્ડેશનના રૂપે અમે ભારતના 75 મિલિયન લોકો સુધી પહોંચ્યા છીએ. મારા હૃદયની સૌથી નજીકની બાબત એ છે કે, મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું.