Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ને દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે બધાની સલાહથી અમિતાભ બચ્ચનનું નામ પસંદ કરવામાં આવ્યું છે. પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું હતું કે મહાનાયક અમિતાભ બચ્ચન ,જેમણે બે પેઢીઓ માટે મનોરંજન અને પ્રેરણા આપી છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે સર્વસંમતિથી પસંદ કર્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારી હાર્દિક શુભકામનાઓ.
દાદા સાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. મહાનાયક અમિતાભ બચ્ચનના બોલીવુડમાં 50 વર્ષ પુરા થઈ ગયા છે. અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની 1969માં રિલીઝ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ