હોન્ડાએ મંકી બાઈક મોટરસાયકલનું પ્રોડક્શન ફરી શરૂ કર્યું છે. આ બાઈકમાં હોન્ડા 125 સીસીનું એન્જિન આપશે જે 7000 આરપીએમ પર 9.3 bhp પાવર અને 5250 આરપીએમ પર 11 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ છે. આ બાઈકમાં 5.6 લીટરની ટેંક આપવામાં આવી છે અને તેનું વજન 107 કિલોગ્રામ છે.