અન્નપૂર્ણધામ ટ્રસ્ટ અડાલજ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા અડાલજ ખાતે ફક્ત રૂપિયા 5 માં સાંજે અન્નપૂર્ણા શાહી ખિચડી અને ફક્ત રૂ. 5 માં અમૂલની એક ગ્લાસ મસાલા છાશ આપવાની શરૂઆત કરાવતા ગુજરાતનાં ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રીએ પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, શ્રી નરહરિ અમીનને વર્ષોથી જાણુ છું. તેઓ સમાજના અનેકવિધ કાર્યોમાં સંકળાયેલા છે. અગાઉ છાત્રાલયના શિલારોપણ વખતે તેમજ અન્નપૂર્ણા ભોજનાલયનાં ઉદઘાટન વખતે લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ આ ટ્રસ્ટને જે સૂચનો કર્યા હતા. તેનો અમલ નરહરિભાઇ અમીન કરી રહ્યા છે. મોદી સાહેબે સુચન કર્યું હતું કે, અન્નપૂર્ણાધામ નાં દર્શને આવતા દર્શનાર્થીઓ તેમજ વટેમાર્ગુ પણ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ જેનું પાલન આ ટ્રસ્ટ કરી રહ્યુ છે તે બદલ આ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું.
વધુમાં, તેમણે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રીશ્રી ની સૂચના અનુસાર મારા
વિભાગ શ્રમ અને રોજગાર દ્વારા કડિયા નાકા ઉપર શ્રમિકોને રૂ .5 માં
ભોજન આપવાની વ્યવસ્થા ચાલે છે. હાલ 125 સેન્ટર છે અને બીજા 125 સેન્ટર સરકાર દ્વારા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમયથી રૂ. ૨૦ માં સવારે ભોજન આપવાની પણ વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેને હું બિરદાવુ વધુમાં માનનીય મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા તેમના પ્રવચનમાં
આ ઉમદા કાર્યમાટે તેઓશ્રી તરફથી પણ રૂ. ૩ લાખનાં દાનની જાહેરાત
કરવામાં આવી.
રાજ્યસભાનાં સંસદસભ્ય અને ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી નરહરિભાઇ અમીને આવકાર પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, લેઉવા પાટીદાર સમાજનાં કુળદેવી માં અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા ભોજનાલય ખાતે સવારે છેલ્લા 15 મહિનાથી દરરોજ સવારે 11:00 થી 1:00 દરમિયાન ફક્ત રૂ. 20 માં ભરપેટ ભોજન 2 શાક, દાળ ભાત, રોટલી તેમજ તહેવારનાં દિવસે ફરસાણ અને મિષ્ટાન આપવામાં આવે છે. ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવ્યું કે, સાંજના 60 થી 800નાં સમય દરમિયાન દરરોજ 600 વ્યક્તિને ફક્ત રૂપિયા 5 માં અન્નપૂર્ણા શાહી ખિચડી અને ફક્ત રૂ. 5 માં અમૂલની એક ગ્લાસ મસાલા છાશ આપવામાં આવશે. આ પવિત્ર કામ માટે 46 દાતાઓએ રૂ. 3 લાખનું આજીવન દાન આપેલ છે તેમજ અન્ય એક દાતા દ્વારા 2500 કિલો ચોખાનું દાન આપવામાં આવ્યું છે. આ દાતાઓનું આ સમારોહમાં માનનીય મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત