સજાતીય લગ્નને કાયદેસરની માન્યતા આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં કહ્યું હતું કે સજાતીય લગ્ન શહેરના રહેવાસીઓનો કન્સેપ્ટ છે. સાથે જ કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે સજાતીય લગ્નને છૂટ આપવી કે નહીં તેનો નિર્ણય કોર્ટે નહીં પણ સંસદે કરવાનો હોય છે માટે આ અરજીનો અસ્વીકાર કરવામાં આવે.