સુરત લઠ્ઠાકાંડમાં આવેલા FSL રિપોર્ટ મુજબ દારુ સાથે ભેળવાયેલું મિથેનોલ જીવલેણ બન્યું હતું. પોલીસ દેશી દારુમાં મિથેનોલનું કન્ટેટ ધરાવતી હોમિયોપથીની દવાનું મિશ્રણ કેટલું કર્યું હતું તે ચોક્કસ જાણી શકી નથી. સામાન્ય રીતે હોમિયોપેથી દવામાં ઈથાઈલ આલ્કોહોલ હોય છે, મિથેનોલ નહીં. પણ હોમિયોપેથી દવાના સપ્લાયરે આરોપીઓને મિથેનોલનું કન્ટેન્ટ ધરાવતી દવા આપતા આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો.