લોકસભા ચૂંટણીની જાહેરાત કર્યા પછી ચૂંટણી પંચે સોમવારે મોટી કાર્યવાહી કરતાં ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવ તેમજ પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડના ગૃહ સચિવ તેમજ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવામાં આવે છે. બંગાળમાં રાજીવ કુમારની જગ્યાએ આઈપીએસ અધિકારી વિવેક સહાયની નવા ડીજીપી તરીકે નિમણૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ્સ (જીએડી)ના સચિવોને પણ હટાવી દીધા છે.