ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારત બંધ દરમ્યાન થયેલ દેશવ્યાપી હિંસા બાદ ગૃહમાં સરકારનો પક્ષ મૂકયો છે. એસસી-એસટી એક્ટ પર કેન્દ્ર સરકારનો પક્ષ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ તેમની સરકારે અંદાજે 6 દિવસમાં જ રિવ્યુ પિટિશન દાખલ કરી દીધી. રાજનાથ સિંહે લોકોને શાંતિની અપીલ કરતાં આશ્વાસન આપ્યું કે સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતોની રક્ષા માટે તત્પર છે.